સ્વાગત છે લાલભઈ ના દરબાર માં તમારું

લાઈન સીરીજ માં

લાલભઈ ભરવાડ ના લેખ

હું
ભગવાન

આજે
તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ
પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે
તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી.
તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો
છે :

[1]
જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો
એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર
ભગવાનને માટે એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં
સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ
થશે
, પણ હા ! મારા સમયે, તમારા સમયે
નહીં !

[2]
તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા
માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3]
ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું
હોય.

[4]
તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે
જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર
હોય.

[5]
તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું
સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય.
જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.




 _________________________________________________________________
  દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?
___________________________________________________________________________________


દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, 
સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,
દિવાળી
...
હોય કે હોળી, બધુ ઓફિસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો 
ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી, ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ
પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

પાંચ આંકડાના પગાર 
છે, પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે,
પત્નીનો ફોન બે 
મિનીટમાં કાપીએ છે, પણ ક્લાઈન્ટનો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે 
મિત્રોથી, પણ કોઈનાયે ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરનાં પ્રસંગો પણ 
હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

કોઇને
ખબર નથી, આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલાં છે બધા છતાં, લોકો ચાલતાં જ 
જાય છે.
કોઇકને સામે રૂપીયા, તો કોઇકને ડોલર દેખાય છે,
તમેજ કહો 
મિત્રો, શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું
ક્યાં જાય છે

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 પ્રેમ એટલે
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…

... પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊિર્મનાં સૂર…

પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊિર્મનો મઘમઘાટ
----------------------------------------
------
ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે....

--------------------------------------------------------------------------------------------------------------

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


કેટલીક પ્રચલિત કહેવતો 
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

૧. બોલે તેના બોર વહેચાય

૨. ના બોલવામાં નવ ગુણ

... ૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન

૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે

૫. સંપ ત્યાં જંપ

૬. બકરું કઢતા ઉંટ પેઠું

૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં

૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય

૯. બગલમાં છોરૂ  અને ગામમાં ઢંઢેરો

૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે

૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો

૧૨. ખાલી ચણો વાગે ઘણો

૧૩. પારકી મા જ કાન વિંધે

૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં
પહોંચે અનુભવી

૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય

૧૬. દૂરથી ડુંગર રળિયામણાં

૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે

૧૮. શેરને માથે સવાશેર
૧૯. શેઠની શીખામણ જાંપા સુધી

૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો

૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં

૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ

૨૩. રામ રાખે તેને કોણ ચાખે

૨૪. ઊંટના અઢાર વાંકા

૨૫. ઝાઝા હાથ રળીયામણાં

૨૬. કીડીને કણ ને હાથીને મણ

૨૭. સંગર્યો સાપ પણ કામનો

૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર

૨૯. નાચ ન જાને આંગન ટેઢા

૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે

૩૧. ચેતતા નર સદા સુખી

૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો

૩૩. વાડ થઈને ચીભડાં ગળે

૩૪. ઉતાવળે આંબા ન પાકે

૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા

૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે

૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે

૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ

૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ

૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં
માં
૪૧. દુકાળમાં અધિક માસ

૪૨. એક સાંધતા તેર તૂટે

૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં

૪૪. મા તે મા, બીજા વગડાનાં વા

૪૫. ધીરજનાં ફળ મીઠાં

૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું

૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે

૪૮. સો સોનાર કી એક લૂહાર કી

૪૯. રાજા ને ગમે તે રાણી

૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું

૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા

૫૨. ગાંડાના ગામ ન હોય

૫૩. સુકા ભેગુ લીલુ બળે

૫૪. બાવાનાં બેવુ બગડે

૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય

૫૬. વાવો તેવું લણો

૫૭. શેતાન નું નામ લીધુ શેતાન હાજર

૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી

૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે

૬૦. સંગ તેવો રંગ
૬૧. બાંધી મુઠી લાખની

૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ

૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ

૬૪. લાલો લાભ વિના ન લૂટે

૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા

૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી

૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી

૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો

૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય

૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો

૭૧. સીધુ જાય અને યજમાન રીસાય

૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો

૭૩. હસે તેનું ઘર વસે

૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના

૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે

૭૬. ભેંસ આગળ ભાગવત
૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો

૭૮. રાત થોડી ને વેશ ઝાઝા

૭૯. ના મામા કરતાં કાણો મામો સારો

૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે

૮૧. મન હોય તો માંડવે જવાય

૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે

૮૩. પારકી આશ સદા નીરાશ

૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર

૮૫. બાર વર્ષે બાવો બાલ્યો

૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા

૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ

૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે

૮૯. નામ મોટા દર્શન ખોટા

૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને

૯૧. ગા વાળે તે ગોવાળ

૯૨. બાંધે એની તલવાર

૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા

૯૪. ઝાઝા ગુમડે ઝાઝી


++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


જીંદગી એક નાનું રિચાર્જ માંગે છે,
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જીંદગી એક નાનું રિચાર્જ માંગે છે,
સસ્તા થયા હવે કોલ દર,
તોય લોકો એસએમએસના ધામા નાખે છે,
કરે છે મિસ-કોલ આજે પણ,
તોય બે સિમકાર્ડના મોબાઇલ રાખે છે,
... લોભામણી સ્કીમોને પામવા પૈસાનું જોર રાખે છે,
આમ છતાં એક પ્રોવાઇડર સાચવવા નાનો વિચાર રાખે છે,
હાથ ભલેને હોય ડ્રાઇવ કરતાં
તોય વાત કરવા કાન સાથે ખભાનું મિલન રાખે છે,
પૉર્ટબિલિટિના આ યુગમાં એજ નંબર સાથે કંપની બદલાય છે,
તોય માનવીના જીવન સાથે મોત બદલાતું નથી....
...........કારણ
જીંદગી એક નાનું રિચાર્જ માંગે છે.....!

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

આજ નો માનવી "MOBILE" થઇ ગયો !!!
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

આજ નો માનવી "MOBILE" થઇ ગયો !!!

સામે કોણ છે એ જોઈ ને Phone "RECEIVE" કરતો થઇ ગયો...

સ્વાર્થ ના ચશ્માં પહેરી સંબંધ પણ "SWICH OFF" કરતો થઇ ગયો...
...
હોય જામનગર માં અને છું મુંબઈ માં એમ જુથ્હું બોલતો થઇ ગયો ...

આજ નો માનવી "MOBILE" થઇ ગયો !!!

આજે "VODAFONE" તો કાલે "AIRTEL" એમ ફાયદો જોઈ ને સગા વાહલા અને મિત્રો ને બદલતો થઇ ગયો ...

"InComing - OutGoing" Free ના ચક્કર માં Family ના "COVERAGE" ની બહાર થઇ ગયો ...

એક Phone માં 2 "SIMCARD" રાખી Double ઝીંદગ i જીવતો થઇ ગયો ...

આજ નો માનવી "MOBILE" થઇ ગયો .


++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++



જોઇએ છે :
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


એવા માણસો જે દરેક નવી સવારનું પ્રફુલ્લિત મનથી સ્વાગત કરે.જીવનને જાણે,આનંદને માણે અને વહેંચે.ઉદાસ રહેનારમાં ઉલ્લાસ પૂરે અને એવું કરતા થાકે નહિ!થનગનાટ અને તરવરાટ ધરાવતા એવા ઉમેદવારો સંપર્ક કરે : દરેક સોસાયટી ,દરેક સમાજ,દરેક રાજ્ય .દરેક દેશ અને દુનિયા.
નોંધ: શૈક્ષણિક લાયકાતની કોઈ જરૂર નથી.પગાર તરીકે નિરાશા અને ભથ્થા તરીકે તિરસ્કાર મળે તો સ્વીકારવાની તૈયારી રાખવી...

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

” ડેડી, આઈ લવ યુ …
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
  • પ્રેમ અને ગુસ્સાને કોઈ સીમા નથી હોતી અને જો એ કાબૂ ન રાખી શકો તો એ જીવનભરનો પસ્તાવો થઈ જાય છે.

    એક
    માણસને પ્રમોશન મળ્યુ અને પગાર વધવાથી તેણે નવી કાર લીધી….થોડાક દિવસ પછી 
    ના પાછળના ભાગે ઘસવાનું શરૂ કરી દીધું


    આ જોઈ ગુસ્સે થયેલા તેના 
    પિતા એ બાળકનો હાથ પકડીને તેને જોર જ...ોર થી મારવાનું શરૂ કરી દીધું, અને 
    ગુસ્સામાં તેને ખ્યાલ જ ના રહ્યો કે તેણે બાળકની આંગળીઓ તોડી નાખી છે.

    હોસ્પીટલમાં બાળકે પિતાને પૂછ્યું ” પિતાજી મારી આંગળીઓ પાછી ક્યારે ઉગશે? ”

    પિતાને
    ખૂબ પસ્તાવો થયો, તે ત્યાં ના રહી શક્યો એટલે તે પાછો આવ્યો અને કાર ને 
    બધી બાજુ થી લાતો મારવા લાગ્યો, અને જ્યારે પાછળ ની તરફ ગયો તો ત્યાં બાળકે
    લખ્યું હતુ

    ” ડેડી, આઈ લવ યુ …”
    ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

    ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
    કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.

    સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
    જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં.

    તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
    મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં.

    એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
    એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

    મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
    કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

    કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
    આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

    હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
    ‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં

    =======================
    શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય.......તે મોત..
    ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ...........તે મોક્ષ!!


    =================================

    "ન બોલાયેલા શબ્દના
    તમે માલિક છો
    અને
    બોલાયેલા શબ્દ
    ના ગુલામ"

    ==================================

    . હસ્તી ને ગુમાવ્યા વિના હસ્તી નહી જડે ,
    બંધન મા બંધાયા વિના મુક્તી નહી જડે ,
    આંખો વિચી ગયા પછી ભલા જ્યોતિ નહી જડે ,
    અને ઉંડાણે ઉતર્યા વિના ભલા મોતી નહી જડે ,

    માટે ઘણા મુર્ખાઓ એમ કહે છે ,
    આજે ઘણા મુર્ખાઓ એમ કહે છે ,
    મારા વિના હાલે નહી સંસાર ,
    રામક્રિષ્ણ જેવા હાલ્યા ગયા , તોય ચાલે છે સંસાર ,

    સિતારો ને કહા કી ગગન બદલ ગયા ,
    બુલબુલ ને કહા કી ચમન બદલ ગયા ,
    સ્મશાનો ને કહા કી કુછ નહી બદલા ,
    મુર્દા વહી હૈ લેકીન કફન બદલ ગયા ,

    માટે ભૈ કોઇ કહી દયો કાળ ને આડો ફરે નહી ,
    મરવાથી જે બચ્યા તે કોઇ ના માર્યા મરે નહી


    =======================================================

    . "જીંદગી એવી ના જીવો કે કોઈ ફરીયાદ કરી જાય, જીંદગી એવી જીવો કે કોઈ ફરી.. યાદ કરી જાય.. "

    ==================================================================

    આજે દુનિયામાં કેટલું ઝેર છે,
    કોણ જાણે લોકોને મારાથી શું વેર છે ?
    મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,
    "આને તો મર્યા પછી પણ લીલા લહેર છે.

    =====================================

    અરમાનો ને રોકે એવી મિનાર હોય તો સારું,
    દિલ ની ઇચ્છાઓ રોકે એવી દિવાર હોય તો સારુ,
    મારે તો મ્રુત્યુ પછી પણ મિત્રો જોવા છે,
    મારી કબર મા એક તિરાડ હોય તો સારું...


    ==================================================

    આંખો કદી મારી રડી હૈયુઁ કદી મારુઁ રડ્યુઁ,
    જે શોધતા રહ્યાતા અમે એ કયાઁ કદી મળ્યુઁ.
    રસ્તાતણી ઠોકરમહીઁ પણ ના કશુઁ જડ્યુઁ
    ’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
    નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી


    ===================================

    એડવર્ડ લિટન નામના એક વિદ્વાને લખ્યું છે :

    દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ,
    જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે...................

    આ વાક્ય વાચ્યા પછી તમને નથી લાગતું કે

    આજના જમાનાના લોકો પાસે મિત્રના દોષો તો ઠીક,
    ખુદ મિત્રને આખેઆખો દફનાવી શકે એવડું મોટું કબ્રસ્તાન હોય છે......!!!!!!!!!!!!!


    ===========================================================

    રડ્યાં બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
    હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી
    -બેફામ


    =================================================

    તારું કશું ન હોય તો છોડીને આવ તું
    તારું જ બધું હોય તો છોડી બતાવ તું
    -રાજેશ વ્યાસ'મિસ્કિન'

    =================================================================

    ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે...

    પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે;
    અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઉપાડી નાં સકે 

    ==============================================

    ક્યારેક આ જીદગી હસાવી જાય છે,
    ક્યારેક આ જીદગી રડાવી જાય છે.
    ના પુર્ણવીરામ સુઃખો મા ના પુર્ણવીરામ દુઃખો મા,
    જ્યા જુઓ ત્યા આ જીદગી અલ્પવીરામ મુકી જાય છે...


    ==========================================================

    પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ
    કોઇ એની સાથે ઇન્સાફ નથી કરતુ
    લોકો પ્રેમ ને પાપ કહે છે
    પણ કોણ એવુ છે જે આ પાપ નથી કરતું


    =======================================================

    બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે.
    ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે

    બરફ જેવી છે આ જીંદગી... જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી...

    મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનું વજન
    અઢી કિલો હોય છે.
    અને જ્યારે અગ્નિ સસ્કાર બાદ
    તેની રાખનું વજન પણ અઢી કિલો જ હોય છે.
    જિંદગીનું પહેલું કપડુ જેનું નામ ઝભલું,
    જેમાં ખિસ્સું ન હોય
    જે જિંદગીનું છેલ્લું કાપડ કફન,
    એમાંય ખિસ્સું ન હોય.
    તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધિ શા માટે?
    આટાલા દગા અને પ્રપચ શા માટે?

2 comments:

  1. વાહ શું વાત છે ખરેખર મજા આવી ગયી ........................

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete