Tuesday, April 19, 2011

ક્યાંથી હોય ?

વસ્ત્રો થઇ ગયાં ટૂંકા , લાજ ક્યાંથી હોય?
અનાજ થઇ ગયાં હાઇબ્રીડ ,સ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયાં ખુરશીના ,દેશદાઝ ક્યાંથી હોય ?
ફુલો થયાં પ્લાસ્ટીક્ના ,સુગંધ ક્યાંથી હોય ?
ચહેરા થયાં મેક-અપ ના , રૂપક્યાંથી હોય ?
શિક્ષકો થયાં ટ્યુશનીયા ,વિદ્યા ક્યાંથી હોય ?
ભોજન થયાં ડાલડા ના ,તાકાત ક્યાંથી હોય ?
માણસ થઇ ગયો પૈસાનો ,દયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થના ,ભગવાન ક્યાંથી હોય ?

તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.

રોજ કોઈ ઝંખના મનને છળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.

...સૂર્ય ઊગે કે નગર આખુંય તમને,
……………….. હર ક્ષણે રઝળાવવા નીકળી પડે.
ખુદનો પડછાયોય સૌ સાથે ભળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.

થાકને પડખામાં રાખી સૂઈ રહો,
……………….. ને સ્વપ્ન ધગધગતા મૂકો આંખો મહીં.
પાંપણો દાઝ્યાના પુરાવા મળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.

પૂછનારો પૂછવા ખાતર પૂછે છે,
……………….. ‘કેમ છો’ એ ખૂબ જાણે છે બધું.
પૂછનારો પણ પછી ક્યાં સાંભળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.

આવો એક ગુજરાતી છું હું

સફળતાનો પીનકોડ ગૂજરાતી,,,

સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી………!

કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી,,,

એકડાનો કરે બગડો ગૂજરાતી.………!

નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી,,,

સિદ્ધિઓની વડવાઇ ગૂજરાતી.………!

લોટો લઇને દૈ દે ઘડો ગૂજરાતી,,,

વખત પડે ત્યાં ખડો ગૂજરાતી.………!

દુશ્મનને પડે ભારે ગૂજરાતી,,,

ડૂબતાને બેશક તારે ગૂજરાતી………!

એસ્કિમોને ફ્રીજ વેચે ગૂજરાતી,,,

ક્યાંક કંપની નામે ઢેંચે ગૂજરાતી.………!

દેશમાં ABC ની હવા ગૂજરાતી,,,

પરદેશમાં ઓમશ્રી સવા ગૂજરાતી.………!

પાછાં પગલાં ના પાડે ગૂજરાતી,,,

કાંકરામાંથી ઘઉં ચાળે ગૂજરાતી………!

ફાફડા ઢોકળાં ઘારી ગૂજરાતી,,,

પાનની સાયબા પિચકારી ગૂજરાતી………!

એની ડીંગમાંયે કૈંક દમ ગૂજરાતી,,,

હર કદમ પર વેલકમ ગૂજરાતી………!

મહેમાનનું પહેલું પતરાળું ગૂજરાતી,,,

છેલ્લે અપનું વાળું ગૂજરાતી………!

ગાંધી, મુનશી સરદાર ગૂજરાતી,,,

ક્ષિતિજની પેલે પાર ગૂજરાતી………!

આવો એક ગુજરાતી છું હું................ '''''''''''''''''''''''''લાલો '''''''''''''''''''''''

Monday, April 18, 2011

-હું અને તું -

હું તારી HARD DISK ને તું મારી RAM,

તને કરું છું ERROR વગર નો પ્રેમ ,

તું શુકામ કરે છે મને HATE,

હું કરું છું SAVE ને તું કરે છે FORMAT..

મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL,

તારા તરફ થી કેમ આવે DELIVARY REPORT FAIL;

DOWNLOAD થાય છે દિલ માત્ર તારી જ FILE ,

અને તું જ છે જે HIDE કરે છે તારી PROFILE.

મારા MEDIA PLAYER માં તારા જ ગીતો વગાડું .

આ લાગણી ની PEN DRIVE તને કેમ કરી પહોચાડું .

હા પાડી ને HACK કરી લે મારા દિલ ની SITE,

તારા વગર થઇ ગયો છું BIT વિના ની BYTE.

તારા પ્રેમ નો VIRUS મને કેવો નચાવે

કરું હું DELETE તો ફરી પાછો આવે .

તારા વિના PROCESSOR માં ‘હોશ’ ક્યાંથી આવે ,

DUALCORE ના જમાના માં P4 થી કામ ચલાવે!

તો તારો જવાબ શું હશે?.

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?

પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?

પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?

હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?

હજી પણ દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર 'ગુલાબ' આપુ, તો તારો જવાબ શું હશે?.

Googleetv - Live cricket - cricket score - IPL cricket 2011,indian premier League 2011,IPL T20 live - live cricket streaming online - watch cricket live

Sunday, April 17, 2011

વિચારો ગુજરાતીમાં ,સ્વપ્ના ગુજરાતીમાં

ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ
ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ
ના હાવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? જ કહોને
ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ જ કહોને
ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો જ કહોને
ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને
નાં જીવતા પિતાને કહો ડેડ, પિતાજીને પિતાજી જ કહોને
ના માણસ ગાય જેટલો પવિત્ર છે તેને ન કહો ગાય(GYE),ગાય ને જ ગાય કહોને ,
અગેજો ગયાઅગ્રેજી છોડી, તમે ક્યાં જાવ છો ગુજરાતી છોડી
આપણી ભાષા ખુબ મીઠી, નાં કરો અગ્રેજી ને ભેળવીને કડવી
બોલો ગુજરાતી માં ,લખો ગુજરાતી માં ,
વિચારો ગુજરાતીમાં ,સ્વપ્ના ગુજરાતીમાં

અસલી અમદાવાદી

અહી પૂર્વમાં ખોખરા છે
ભોજનમા ઢોકળા છે
ને રસ્તા પર પોદળા છે
બૉસ, આ અમદાવાદ છે!

અહી મજ્જાની લાઈફ છે.

ફરવા માટે બાઈક છે.
ને ખિસ્સા ટાઈટ છે
એન્જોય, આ અમદાવાદ છે.

અહીં કોલેજોમાં ફેસ્ટીવલ છે

કાંકરિયામાં કાર્નિવલ છે
ને ઓફિસોમાં ગુલ્લીવલ છે
આવો આ અમદાવાદ છે.

અહીં ટ્રાફિક હેવી છે

દાદીઓ નેટ સેવી છે
ને બધાંને કાર લેવી છે
એવું આ અમદાવાદ છે.

અહીં કચરાની વાસ છે

કુતરા આસપાસ છે
ને ગાયોનો ત્રાસ છે
બચો, આ અમદાવાદ છે.

અહીં ચામાં કટીંગ છે

પરીક્ષામાં સેટીંગ છે
ને બુફેમાં વેઇટીંગ છે
ડ્યુડ,આ અમદાવાદ છે.