*આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ પરંતુ મારીજીંદગી છે.* * **મારું સર્વસ્વ છે મારો આત્મા છે ...મારા ગુરુ **, **મારા સખા **, **મારાસુખ* *દુખ ના ભાગીદાર **,* * મારા ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર મારા પિતા ...***** * ** **કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે**, **સંત મહાત્માઓ પણમાતાના* *મહત્વ વિશેજ વધારે કહે છે**,* * **દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ* *વખાણ કર્યાં છે.* * સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે* *બોલાતું નથી.* *કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર**,* *વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે....* * આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે **?***** *પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.* * **તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે* * ” **આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે **”.* * ** તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા* *જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે.* *સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ* *ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી **લેશે.* * ** ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.* * ** રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે.* * ** પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી* *જઈએ છીએ **?***** * ** નોકરી માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ફાટ વળી ને ખેતી કામ કરતા* *પણ મેં જોયેલા છે* * ** અને કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી લાવતા જોયા છે પિતા ને ...* * બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું* *છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.* * ** માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે* *છતાં આપણાં પિતા રડી શકતા નથી**,* * **કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે**, **પોતાની માતા મૃત્યુ* *પામેતોપણ પિતા રડી શકતા નથી.* * ** કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે.* * ** પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ* *પિતા એજ કરવાનું હોય છે.***** *પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી.* * **તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે* *તો શું કરવું તેનો ડર લાગે છે* * કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું* *બીજું કોઈપણ સાધન હોતું નથી.* * **પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે* *છે.* * ** ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે**,* * ** પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં* *પાર્ટીઓ આપે છે* * ** અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.* * **કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે* *બાજુમાં લે છે**,* * **વખાણ કરે છે**, **આશિષ આપે છે**, **પણ ગુપચુપ જઈને પેંડાના પડીકાલાવનારા પિતા* *કોઈના ધ્યાનમાં રહેતા નથી.* * બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ* *હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને* * **આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.* * * * **દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે* *માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.* * * * રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ* *પામ્યા તે પિતા દશરથ હતા..* * * * ** કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે**,**પણ મરણ ના પ્રસંગે* *પિતાએજ જવું પડે છે.* * ** પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ* *ઘરમાં આપી હશે* * ** તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે**, **તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર* *કાપશે....* * ** યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી* *ઉજાગરો કરતા હોય છે.* * **દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા**, **દીકરીને પરણાવવા* *માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા**,* * **ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા* *ગ્રેટ હોય છે ખરુંને **?* * **આ બધા જ અનુભવો નઝરે મારી અને લોકો ના જીવન માં બહુ જ બારીકાઇ થી જોયા* *છે હજુ પિતા વિષે ધણું બધું લખી શકાય છે .* * * * બસ હવે વધુ કઈ નહિ લખી શકું ......**I LOVE MY FATHER .......* * **કદાચ શ્રી કૃષ્ણ અને મારા પિતા બંને સામે હોય મારી અને એક ની પસંદ કરવા* *નું કહે* * * * તો હું દોડી ને મારા પિતા ની જ આંગળી પકડું ...* * * * જો તમને આ લેખ અને વાતો ગમી હોય તો શેર કરજો મિત્રો સાથે* * * * જેથી કરી ને એમના કોઈક શબ્દો કોઈક માં-બાપ ને વૃધ્ધાશ્રામેજતા અટકાવશે* * * * * * તો મારો અને તમારો જન્મારો સફળ ગણાશે ....*
જો મોબાઈલ ગુજરાત માં બનતો હોત તો???
એમાં આવા ટેમ્પ્લેટ હોત!!!!
1.મારું જમવાનું ના બનાવતી..!!
... 2.ડોબા કોલ કર..!!
3.અરે ગાંડી તું કે શું જમવાનું લેતો આવું ? ;-)
4.કાચી પાત્રીસ ખાલી ચૂનો ૨ ફાકી લેતો આવજે.!! :o
5.સિગારેટ લેતો આવજે..!! :O)
6.આવ ને તેડવા..!!
7.ઓયે ત્યાંથી ના ચલાવતો થોલીયો ઉભો હશે..!! :-)
8.પછી ફોન કરજે અત્યારે બાપા છે...!! ;-)
9.પિક્ચર જોવા જાવું છે ?? B)
10.હમણાં તો મંદી ચાલે છે..!! :)
11.પૈસા કાલે આપી દઈશ ,,પાકું..!! xD
12.બેલેન્સ નથી..!!
13.હાલ ને યાર ગાઠીયા ખાવા જાઇ ..!! :)
14.નીચે ઉભો રે હું હમણાં આવું ..!! :d
15.ઓયે ગાડી આપને ૧૦ મિનીટ માટે.!! :p
અને છેલ્લે
16. હાલતો થા..!!v