સ્વાગત છે લાલભઈ ના દરબાર માં તમારું

લાઈન સીરીજ માં

Saturday, July 16, 2011

ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી

દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે. હા, વાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે.

તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર....

અમદાવાદ: લકીના મસ્કાબન, સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, છત્રભૂજની સેન્ડવીચ, જશુબેનના પિઝા, વિજય અને જયભવાનીના વડાપાંવ, કર્ણાવ...તીની દાબેલી, મણીનગરના માસીની પાણીપૂરી, ગીતાની સમોસા-કચોરી, શંભૂની કોફી, દાસના ખમણ-સેવખમણી, લક્ષ્મીના ગાંઠિયા, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, જવેરવાડની પાણીપૂરી, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ, વિદ્યાપીઠ પાસેના થેપલા, ગુજરાતના દાળવડા, ફરકીના ફાલૂદા, પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી, વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, યુનિવર્સિટીના ઢોસા, બાપુનગરના ગોંડલના ગાઠિયા, દિનેશના ભજિયા, સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ, શંકરનો આઇસ્ક્રીમ, મણિનગરના ટામેટાના ભજિયા, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી, વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક, મરચી પોળનું ચવાણું, દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા, જુના શેર-બજારનું ચવાણું, ઝવેરીવાડના ચોકલેટ પિઝા, સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ, સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ, હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ, પાંચ કૂવાની ફૂલવડી, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ, ઓનેસ્ટના ભાજી-પાંવ, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા,ઋતુરાજના મસ્કાબન-ચા, ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, ઢબગરવાડની કચોરી, અલંકારના સમોસા, મિરઝાપુરમાં ફેમસના કબાબ, રાયપુરના શ્રી રામના ખમણ, એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ, બહેમરામપુરાના વિજયના દાલવડા, ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી, નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા, હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ, બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા), લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા, લકીની બાજુમાં શશીનુ ચવાણું, વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા, ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા, જનતાનો કોકો, ઝવેરીવાડની દાળિયાની ચટણી, બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા, રામ વિજયના ફાફડા-જલેબી, ભૂતની આંબલીના ફાંફડા, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા, એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ, રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, અંકુરના આણંદ દાલવડા, ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા, મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે, કુબેરનગરના પકોડા, મખ્ખન મગ-દાળ, કેવલની કચોરી, મસ્તાનાની ગોલાડીશ

રાજકોટ :રાજકોટ: મયૂર ભજિયા, મનહરના સમોસા-ભજિયા, ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા, જય અંબે, ખેતલા આપા અને મોમાઈની ચા, રામ ઔર શ્યામના ગોલા, સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી, ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ, કરણપરાના બ્રેડ કટકા, એરપોર્ટ ફાટક પાસેના ઢોસા, જોકરના ગાંઠિયા, સુર્યકાંતના થેપલા-ચા, જય સિયારામના પેંડા, રસિકભાઈનો ચેવડો, જલારામની ચિકી, ગોરધનભાઈનો ચેવડો, આઝાદના ગોલા, બાલાજીની સેન્ડવીચ, અનામના ઘુઘરા, ઇશ્વરના ઘુઘરા, રાજુના ભાજી પાંવ, મગનલાલનો આઇસ્ક્રીમ, સોનાલીના ભાજી પાંવ, સાધનાની ભેળ, નઝમીનું સરબત, રાજમંદિરની લસ્સી, ભગતના પેંડા, શ્રી રામની ચટણી, મીલપરાનું અમદાવાદી ખમણ, પટેલના ભાજી પાંવ, સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ, રઘુવંશીના વડાપાંવ, બજરંગની સોડા, ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા,કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા, નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા, કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા, સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ, મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા,ઠક્કરના ખમણ

સુરત :રમેશનો સાલમપાક, કિશોરનો આઇસ્ક્રીમ, જાનીનો લોચો, લાલ દરવાજાનો ગોપાલનો લોચો, ગાંડાકાકાના ફાફડા, વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ, ચોપાટી પાસે મહેશનો પુલાવ, વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી, અંબાજી રોડ પર સુરતીના ખમણ,લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ, ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ, ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા, લીમડા ચોકમાં ચેવલીના ભજિયા, ઝાંપાબજાર પાસે આદર્શની ચા, દાળિયા શેરીની નરેશની ભેળ, બેગમપુરામાં મઢીની ખમણી,સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા, મોટા વરાછામાં કુંભણિયા ભજીયા, ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે, ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી, ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો,વરાછા રોડ પરના મયૂરના ભજિયા, ગજેરા સર્કલ પાસે જલારામનો લોચો, દિલીપના વડાપાંવ, રાજાની લસ્સી, ગોપાલનો લોચો, સબજેલના ભજીયા, વી એસના મસાલા ડોસા,

વડોદરા :દુલીરામના પેંડા, મહાકાળીનું સેવઉસલ, પારસનું પાન, ભાઇભાઇની દાબૅલી, શ્રીજીના વડાપાંવ, એમજી રોડ પર લાલાકાકાના ભજિયા, મંગળબજારમાં પ્યારેલાલની કચોરી, ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ, રાજમહેલ રોડ પર રાજુના ખમણ, અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ, કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, જગદિશનો ચેવડો, ટેસ્ટીના વડાપાંવ, ફતેહરાજના પૌવા, વિનાયકનો પુલાવ, લાલાકાકાના ભજિયા, નાળિયેર પાણીની સિંગ, ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા, દયાલની રગડા પેટીસ,પ્યારેલાલની કચોરી,જગદંબાનો ચેવડો, લારીલપ્પાની લસ્સી, ગાયત્રીના નાયલોન ખમણ, બાબુભાઈના ખમણ, કાકાનું ભુસુ, પદમાવતી શોપીંગ સેન્ટર પાસે ગુરુદેવના પેપર સમોસા,

જામનગર :એચ.જે.વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, જનતા ફાટકના વણેલા ગાંઠિયા, જગદિશનો ફાલુદો, ગીતાનો આઇસ્ક્રીમ, જવાહરના પાન, દિલિપના ઘુઘરા, ઉમિયાના ભજિયા, તળાવની પાળે લખુભાઈનો રગડો, ગીજુભાઈની ભેળપૂરી, બજરંગનું પાન, કિશોરનો રસ, જૈન વિજયની ડ્રાયફ્રુટ કચોરી, ચાંદીબજાર રાજનો ફાલુદો, ગીગાભાઈની ભેળ અને ગાંઠીયા, હવાઈચોકમાં બાબુ તથા માસ્તરના પાન, બેડીગેટ લક્ષ્મીના ગાંઠિયા અને પુરીશાક, પાગાની સોડા, બેડીગેટ મિલનની પાઉભાજી, પટેલ કોલોની મનમોજીના ગોલા, ગોકુલનગર આશાપુરાની ચા, જ્યોતિ અને શિવમની ચા, દિગ્વિજય પ્લોટ રામેશ્વરની ભેલ, એસ.ટી. ડેપો પ્રભા મહારાજના ગાંઠિયા, પવનચક્કી રજવાડીના ભજિયા,બેડીગેટ મયુરીના ભજીયા, તળાવની પાળે લખુભાઈનો રગડો

ભાવનગર :ભગવતીનું સેવ-ઉસળ, દાસના પેંડા અને મરીવાળા ગાંઠિયા, ચારભાઈનું જ્યૂસ, ખત્રીના નાયલોન ગાંઠિયા, ગાંધીસ્મૃતિ ટાવર પાસે પેસ્ટ્રીપાન અને કચરિયું, અમૃતપૂરીના પેંડા, ડોન સર્કલ પાસે કિશનની સોડા, અનુપમની સોડા, હરિભાઈના ખમણ, જીવનભાઇના ગાંઠિયા, દવે દાદાનું ઉંધીયું, ઘોઘાગેટના દાલ પકવાન, હિમાલયનો આઇસ્ક્રીમ, દિલબહારનો આઇસ્ક્રીમ, પાલવની પાંવ ભાજી હાઇકોર્ટ રોડ પરના ચણામણ અને ભૂંગળા બટેટા, કાળુની સેન્ડવીચ, જીતુભાઈની દાલપૂરી અને રામ ઔર શ્યામના ગોલા

આણંદ :રેલવે સ્ટેશનની દાબેલી, પાંડુના દાલ વડા, યોગેશના ખમણ, સાસુજીનો હાંડવો,એ. વી. રોડ પર નાયલોનની પાઉભાજી, સુખડિયાનું ચવાણું, જનતા ચોકડી મસ્તાનાની દાબેલી, બોમ્બેના વડાપાંવ, વી.વી.નગરના મહારાજના સમોસા , અંકિતના બર્ગર, વી.વી નગરમાં સહજાનંદના સમોસા , યોગેશના ખમણ, આત્માનંદના ઢોસા, સત્યનારાયણનો કોકો, ગાયત્રીના પાણી પોચાં ખમણ, જનતા ચોકડીની ખારી શિંગ, જનતા ચોકડીની કસ્તુરી, મઝદાના પફ, ઠકકરની સેવખમણી

પાલનપુર:માધવીના પેંડા અને બદામ શેક, ઢાળવાસની કચોરી, શક્તિનું ખમણ અને પાતરા, રાજુનો ગોળો, મણિલાલની પાણીપુરી, ભોગીલાલના સમોસા, જય અંબેની જલેબી અને લસ્સી, ભોલેનાથની પાઉભાજી, રાજુભાઇના ઘુઘરા, સિટીલાઇટના કઢી-સમોસા, મુકેશની ચોળાફળી

ગાંધીનગર : મયુરના ભજિયા , ગાંઠીયારથના ગાંઠિયા, મહાલક્ષ્‍મીના ખમણ, મહારાજના દાળવડા, ભાભીના ભજિયા, બટુકના ગોટા, મોરલીના ઢોંસા, પુજાના ઢોકળા, સેંધાના ગોટા, અક્ષરધામની ખીચડી, લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ, વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી

સુરેન્દ્રનગર: ભાભીના ભજીયા, રાજેશના સમોસા, જગદંબના પરોઠા, ઉકાનું પૂરી-શાક, સિકંદરની સિંગ,જલારામના વાળા-પાંવ, નોવેલ્ટીના પરોઠા -શાક, પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ, ચેતનાની દાબેલી, દાળમિલમાં સાગરની ખસતા કચોરી, એસ્ટ્રોનનું પાન, કિસ્મતની સોડા, સૂર્યાના ભાજી પાંવ, ગોકુલનું સીઝલર, ગોપાલના મસાલા પાંવ

અમરેલી :ચક્કાભાઈની ચા, જયહિન્દના ગોટા, ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી, હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા, ભગતનું ઉંધીયુ, મહારાજના ભાજીપાંવ, શિતલનુ કોલ્ડપાન

જુનાગઢ :મોર્ડનની લસ્સી, બાપુના ભજિયા, સાગરના બટર પફ, જનતાની ભેળ, ચામુંડાની મેંગો લસ્સી, હરિઓમના થાબડી-પેંડા, કાળવા ચોકની બાસુંદી, મહારાજના ભજિયા

ભૂજ :બાસૂદી ગોળા, રજવાડી ગોળા, આઇસ્ક્રીમ ગોળા, વાણિયાવાડ ખાવડાના સાટા, પકવાન અને ગુલાબપાક, ગોવિંદજીના પેંડા,મધુની ભેળ, ધીરૂભાઈની રોટી, શંકરના વડાપાંવ

મહેસાણા: સહયોગના પેંડા, મુરલીના વડા પાંવ, પટેલની ખમણી, સ્ટેશનની ચા, રામપુરા ચોકડીની દાબેલી, ક્રિષ્નાની દાબેલી

બારડોલી :જલારામના પાંતરા, જલારામના ખમણ, જલારામની ખીચડી, મહારાણાના દાણા-ચણા, ભરકાદેવીનું આઈસ્ક્રીમ,જેઠાની પાંવભાજી, દાસકાકાની મિઠાઈ, તુલસીની ખિચડી

પાટણ : નવરંગનો ગોળો, ભગવતીનું ચવાણું

વલસાડ :રાજારાણીના વડાપાંવ, બનારસની ભેળપૂરી, જલારામાના ખમણ, દ્વારકાના ભાજી પાંવ, ડૂગરીનું ઉબાડીયુ

વેરાવળ :કાકાની સેન્ડવીચ, રાજેન્દ્રની સોડા

નવસારી : વિકાસના સમોસા, મામાની પેટીસ, ચીખલીના જલારામના ખમણ

ઊંઝા :કાકાના ગોટા, એ-વનના સમોસા, સુરતીના પેંડા, ઉમિયાના ભાજી-પાંવ

જેતપુર :વજુગીરીના ભજિયા, દિપકની દાબેલી, નાથબાપાના લસણિયા સેવ મમરા, ભગતના પેંડા

દાહોદા :બાદશાહ કૂલ્ફી

ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયા, ગાયત્રીની લસ્સી, શંકરની ભાજી-પાવ, ગોપાલનો ગોટો

બોટાદ :જેરામભાઈનો ચેવડો

મોરબી‍‍ :પકાના ભૂંગરા બટાટા, કાનાની દાબેલી, ભારતની પાણી પુરી, મયુરના ભજિયા,ચક્કાના બ્રેડ બટાટા, જૈનના ખમણ, કડક ભગતના રોટલા, ભવાનીના ગોલા

ધારી:કનૈયા ડેરીનો શીખંડ

મહુવા:વરિયાળીનું સરબત

નડિયાદ:સિંધી બજારનું ગળિયું ચવાણું, વસોગામના પત્તરવેલિયા

''ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે? ''

અમદવાદનામસ્કાબન, કટિંગ ચા, મકરસંક્રાતિ

સુરતનુંજમણ, ઘારી, સુરતણફેણી, ખમણ ઢોકળા, ઉઘીયું અને લોચો

રાજકોટનીચીકી, પેંડા, બ્રેડ કટકા અને રંગીલી પ્રજા

વડોદરાનોલીલો ચેવડો, ભાખરવડી અને નવરાત્રિ

જામનગરનીબાંધણી, કચોરી, તાળા, આંજણ અને પાન

કચ્છનીદાબેલી, ગુલાબપાક, કળા કાળિગીરી અને ખુમારી

મોરબીનાતળીયા (ટાઇલ્સ), નળિયા અને ઘડીયાલ

ભરુચનીખારી શિંગ

સુરેન્દ્રનગરનાસેવમમરા, કચીરીયું અને શીંગ

ભાવનગરનાગાંડા, ગટર, ગાંઠિયા અને ફૂલવડી

પાલનપુરનુંઅત્તર, પેંડા, ખાખરા અને હીરાના વેપારી

સોરઠનોસાવજ, કેસર કેરી અને અડીખમ ગિરનાર

પાટણનીરેવડી, દેવડા અને પટોળા

પોરબંદરનીખાજલી, ગોટી સોડા અને માફિયા

નવસારીનીનાનખટાઇ

ખંભાતનુંહલવાસન

ડાંગનોચોખ્ખાનો રોટલો, નાગલી, વાંસનું શાક અને ડાંગ દરબાર

વલસાડનાચીકુ અને હાફૂસ

ડાકોરનાગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ

પંચમહાલનીતાડી અને મહુડો

Thursday, June 23, 2011

એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આz

” ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.”

મેં કર્યો એકજ સ્થળે ઊભા રહીને ઈન્તિઝાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં…

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે
.

Saturday, June 11, 2011

આટલું યાદ રાખો,


* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
* મહેણું ક્યારેય ન મારો.
* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.
* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
...* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.
* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
* કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
* પત્તા રમીને સમય વેડફો નહીં.
* રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.
* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
* બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
* શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.
* બચત કરવાની શિસ્ત પાળો.
* સ્કૂલે જતાં અજાણ્યા છોકરઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું.
* જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.

Saturday, June 4, 2011

અગ્રેજિ મા લયખુ ઈ હન્ધુય હાચુ નો માનિ લેવુ કેમ ક

અગ્રેજિ મા લયખુ ઈ હન્ધુય હાચુ નો માનિ લેવુ કેમ ક

passion
bullet ,skoda એમ તો બે મોટી ગાડી હોત શે..ટાટીયાગાડી અને પેડલવારી ગાડી.હમ્જિ ગ્યા કે નૈ!!!

...sport..
કોક ની સળી કરવી. ઇ રમત બહુ ગમે..ટુકા ટુકા ફરાકવારી રેકેટથી રમે ઈ,પાટા થિ દડાની બદલે હામેવારા ને મારે ઈ,ધોકાથી દડાને ઠોકે ઇ

activities
હ્ન્ધાય કરતા પેલી.. રમત બહુ ગમે..

BOOKS
ભણવાની અને ધાર્મિક સિવાય ની હન્ધિય ચોપડીયુ વાઈચી શે !!
બાપા કેહતા કે એલા ચોપડીયુ વાંચો તો છોકરીયુ દેખાતી.

હવે છોકરીયુ દેખાય છે તો બાયડી કે છે કે ચોપડીયુ વાંચો...

MUSIC ;
હિરો હિરોઇન્ ઝાડવાની વાહે ગાય એવા ગીતો ,પન્જાબી ના ભાંગડા, નુસરત ફતેહ અલિ ખાન ના રાગડા....
.

TV show
હુ,બાપુજી ને દાદા,કાર્યાલય કાર્યાલય,હસવાનિ ચેલેન્જ્,હન્ધિય શોધખોળ કરવાનિ ચેનલ

films
શોલે,અભિમાન, આનંદ,બાગબાન,લગ્ન થ્યા ઇ મોઇર બીજી છોડીયુ હારે ફિલ્મુ જોઈ ઈ હન્ધિ ...{કૈ કૈ ફિલ્મુ હત ઇ યાદ નથ }

મારી ખમ્મ્લી હારે રામ લખન,હમ હમ સાથ હૈ બીજી ફિલ્મુ જોઈ ઈ હન્ધિય ખુબ ગઇમી તી..

ઓલુ છાપા મા મોડી રાત ની ફિલ્મુ નુ બહુ લખે શે.. પૈણ હારુ મોડૅ હુધિ જાગ નથ શકાતુ...
ઇમ તો ઓલા મેહમુદીયા ને કીશોરકુમાર ની ફિલ્મુય બહુ ગમે...

એમ તો પહેલા આપણો ય હંધાય ની જેમ જમાનો હતો
સગાઇ પહેલા જ્યા આવે ત્યા જાળા નાખતો હતો =સ્પાઈડર મેન
સગાઈ પછી મોટી મોટી નો ખાટલો થાતો હતો =સુપર મેન
લગ્ન સમયે એકદમ શરીફ બદમાશ થઈ ગયો હતો =જેન્ટલ મેન્
લગ્ન પછી જ્યા આવે ત્યા જોયા કરતો હતો =વોચ મેન્
અત્યારે લગ્ન ના ઘણા વષ્રો પછી દો બારા ઈચ્છા હોય = ડોબર મેન .....
તમે દાંત શુ કાઢો શો... તમે હંધાય ઇ જ છો.....

Wednesday, May 25, 2011

જાણવા જેવું.


Thursday, May 12, 2011

જીવનની બારાક્ષરી.

ક – કહે છે કલેશ ન કરો.
ખ – કહે છે ખરાબ ન કરો.
ગ – કહે છે ગર્વ ન કરો.
ઘ – કહે છે ઘમંડ ન કરો.
ચ – કહે છે ચિંતા ન કરો.
છ – કહે છે છળથી દૂર રહો.
જ – કહે છે જવાબદારી નિભાવો. 

ઝ – કહે છે ઝઘડો ન કરો.
ટ – કહે છે ટીકા ન કરો.
ઠ – કહે છે ઠગાઇ ન કરો.
ડ – કહે છે કયારેય ડરપોક ન બનો.

ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો. 
ત – કહે છે બીજાને તુચ્છકારો નહીં. 
થ – કહે છે થાકો નહીં.
દ – કહે છે દીલાવર બનો.
ધ – કહે છે ધમાલ ન કરો.
ન – કહે છે નમ્ર બનો.
પ – કહે છે પ્રેમાળ બનો.
ફ – કહે છે ફુલાઇ ન જાઓ.
બ – કહે છે બગાડ ન કરો.
ભ – કહે છે ભારરૂપ ન બનો.
મ – કહે છે મધૂર બનો.
ય – કહે છે યશસ્વી બનો.
ર – કહે છે રાગ ન કરો.
લ – કહે છે લોભી ન બનો.
વ – કહે છે વેર ન રાખો.
શ – કહે છે કોઇને શત્રુ ન માનો. 

સ – કહે છે હંમેશા સાચુ બોલો. 
ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો. 
હ – કહે છે હંમેશા હસતા રહો. 
ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો. 
જ્ઞ – કહે છે જ્ઞાની બનો

મારી આંખ ના આંસુ તારા આંખ માં બતાવી શકું છું.

લાલભઈ ભરવાડ
પ્રેમ ની ખુમારી ને નાકામ નહીં થવા દઈએ, હ્રદય ની દુનિયા માં સાંજ નહીં થવા દઈએ. દોસ્તી ના સવાલો મારા ખંભા પર લઈ લઈંશું, પણ એ દોસ્ત તને બદનામ ન થવા દેશું.

તારી તસ્વીર તને જોયા વગર બનાવી શકુ છું, તને મળ્યા વગર હાલચાલ જાણી શકું છું. છે આપણી દોસ્તી પર મને એટ્લો ગર્વ, કે, મારી આંખ ના આંસુ તારા આંખ માં બતાવી શકું છું.

જે સાંજ માં તારુ નામ ન આવે, ખુદા કરે એવી કોઇ સાંજ ન આવે. એ મારા દોસ્ત એ શક્ય જ નથી કે, મારી વાત લખું અને તારું નામ ના આવે